વડોદરાની સેન્ટ્રલ જેલ તેમજ શહેરની આર્ટ ઓરિજિનલ સંસ્થા દ્વારા જેલના પ્રાંગણમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને સ્પેનના વડાપ્રધાન પેડ્રો સાન્ચેઝની 8 ફૂટ બાય 6 ફૂટની વિશાળ રંગોળી બનાવી અનોખી રીતે સ્વાગત કરાયું. બંને દેશ વચ્ચે મહત્ત્વપૂર્ણ કરાર થયા ત્યારે શહેરની આર્ટ ઓરિજિનલ સંસ્થાની પહેલથી વડોદરા મધ્યસ્થ જેલના પ્રાંગણમાં રંગોળીથી આ બંને દેશના નેતાઓનું સ્વાગત કરાયું હતું.