યે દોસ્તી હમ નહીં તોંડેગે...

Wednesday 30th October 2024 09:42 EDT
 
 

કાલાહારી (બોત્સવાના)ઃ દોસ્તી હંમેશા ખાસ હોય છે. અને જ્યારે આ દોસ્તી માણસ અને પ્રાણી વચ્ચે હોય ત્યારે તો તે વધારે ખાસ બને છે. આમ તો ડોગ્સને માણસના બેસ્ટ ફ્રેન્ડ કહેવામાં આવે છે, અને ઘણા લોકો ફ્રેન્ડશિપનો અનુભવ કરી પણ રહ્યાં છે. પરંતુ, વેલિન્ટિન ગ્રુનર નામના વાઈલ્ડલાઈફ એક્ટિવિસ્ટની ફ્રેન્ડશિપ સહુ કોઇને ઈર્ષ્યા થાય તેવી છે. વેલિન્ટિનની ફ્રેન્ડ છે, સિર્ગા નામની એક સિંહણ. સિર્ગા જ્યારે માત્ર 10 દિવસનું નવજાત બચ્ચું હતી ત્યારે તેની માતાએ તેને ત્યજી દીધી હતી અને તેને પોતાનું દૂધ પીવડાવવાનો ઈનકાર કરી દીધો હતો. જિંદગી સાથે ઝઝૂમી રહેલા આ નવજાત બચ્ચાની સંભાળ લેવાનું વેલેન્ટિને નક્કી કર્યું હતું. અને વર્ષોના વહેવા સાથે વેલેન્ટિન અને સિર્ગા અજોડ બંધનથી બંધાઇ ગયા છે. જેમ દરેક દોસ્તી પરસ્પર વિશ્વાસ ને સ્નેહના તાંતણે બંધાયેલી હોય છે, તેમ જ વેલેન્ટિન-સિર્ગાની દોસ્તી છે. સિર્ગા વધુ શક્તિશાળી હોવા છતાં પણ વેલેન્ટિન સાથે હંમેશા નમ્રતાથી વર્તે છે.
સિર્ગા બોત્સવાનાની વિખ્યાત મોડિસા વાઈલ્ડલાઈફ પ્રોજેક્ટની એમ્બેસેડર છે. તેની સ્ટોરીના કારણે અનેક લોકો આ પ્રોજેક્ટ તરફ આકર્ષાયા છે. જ્યારે, તેનો મિત્ર વેલિન્ટિન જર્મનીમાં જન્મેલો છે. તે 20 વર્ષનો હતો ત્યારે આફ્રિકા આવ્યો હતો. દરેક સાચી મિત્રતા તમને કંઈક શીખવતી હોય છે. આથી વેલેન્ટિનને જ્યારે પૂછવામાં આવ્યું કે, તમે સિંહણ સાથેની મિત્રતાથી શું શીખ્યા છો ત્યારે તેણે જણાવ્યું કે, તે જવાબદારી શીખ્યો છે. બીજા વ્યક્તિ માટે તમારી હાજરીનું મહત્ત્વ દોસ્તી જ શીખવી શકે છે.


comments powered by Disqus