અમદાવાદઃ રાજકોટ ટીઆરપી ગેમઝોનમાં 27 નિર્દોષ લોકો ભડથું થવાના ચકચારભર્યા પ્રકરણમાં હાઇકોર્ટે દાખલ કરેલી સુઓમોટો રિટ અરજી અને એડવોકેટ અમિત પંચાલ દ્વારા કરાયેલી રિટની સુનાવણીમાં હાઈકોર્ટે રાજકોટના બંને તત્કાલીન મ્યુનિસિપલ કમિશનરો આનંદ પટેલ અને અમિત અરોરાએ આખરે ગુજરાત હાઇકોર્ટ સમક્ષ માફી માગી હતી. એટલું જ નહીં બંને મ્યુનિસિપલ કમિશનરે સમગ્ર દુર્ઘટનાકાંડને લઈ મૃતકો અને તેમના પરિજનો પરત્વે ભારે સંવેદના પ્રગટ કરી હતી.