રાજ્યનાં 6 મોટાં શહેરની સરકારી હોસ્પિટલમાં મેડિસિટી ડેવલપ કરાશે

Wednesday 30th October 2024 04:11 EDT
 
 

ગાંધીનગરઃ રાજ્ય સરકાર દ્વારા રૂ. 10 લાખનું આરોગ્યનું કવચ અપાયા બાદ સરકારી હોસ્પિટલમાં આરોગ્ય સુવિધા વધે તે માટે ધ્યાન કેન્દ્રિત કરાયું છે. અત્યારે એવી સ્થિતિ પ્રવર્તે છે કે, કોઈપણ જિલ્લાસ્તરની હોસ્પિટલમાં દર્દી આરોગ્ય સેવા લેવા જાય અને તેને ગંભીર રોગનું નિદાન થાય તો એકમાત્ર અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં મોકલી દેવાય છે.
ઉલ્લેખનીય છે કે માત્ર ગુજરાત જ નહીં અન્ય રાજ્યો રાજસ્થાન, મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશના દર્દીઓને પણ અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં રિફર કરવામાં આવે છે. આ કારણે અમદાવાદ સિવિલ પર દર્દીઓની સંખ્યા વધતાં કામગીરીનું ભારણ વધે છે. આ ભારણ ઘટાડવા રાજ્ય સરકારે એક મહત્ત્વનો નિર્ણય લીધો અને અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, ભાવનગર અને જામનગર સિવિલમાં મેડિસિટી ઊભી કરી મોટાભાગના રોગની સારવાર થઈ જાય તેવું તંત્ર ગોઠવવાનું નક્કી કર્યું છે.


comments powered by Disqus