અમીરગઢઃ અમીરગઢ ચેકપોસ્ટ પાસે રાજસ્થાનની માવલ ચેકપોસ્ટ પરથી રૂ. 7.01 કરોડ સાથે મહેસાણાના બે શખ્સની અટકાયત કરાઈ. ચેકપોસ્ટ પર મળેલાં નાણાંને ગણવા બેન્કમાંથી કાઉન્ટિંગ મશીન મગાવવા પડ્યાં હતાં. આ રોકડ રકમ અંગે આયકર વિભાગને પણ જાણ કરાઈ છે.
આબુરોડ રિક્કો પોલીસ સ્ટેશનના અધિકારીએ જણાવ્યું કે, દિલ્હીથી અમદાવાદ જઈ રહેલી કારની તપાસ કરતાં છુપાવીને લઈ જવાતી રૂ. 7.01 કરોડની રોકડ રકમ મળી આવી હતી. કારચાલક અને તેની સાથે રહેલા શખ્સને રોકડ રકમ અંગે પૂછતાં પોલીસને સંતોષકારક જવાબ આપ્યો ન હતો અને રોકડ રૂ. 7.01 કરોડના કોઈ પુરાવા પણ આપ્યા ન હતા.