વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમરેલી જિલ્લાના લાઠી નજીક દૂધાળા ગામે ધોળકિયા ફાઉન્ડેશન દ્વારા નવનિર્મિત ભારત માતા સરોવરના લોકાર્પણ બાદ રૂ. 4800 કરોડનાં વિકાસકાર્યોની ભેટ આપ્યા બાદ વિશાળ જનસભાને સંબોધન કર્યું હતું. તેઓએ સૌરાષ્ટ્રનાં વિવિધ વિકાસકાર્યો વર્ણવી અમરેલી, રાજકોટ, મોરબી, જામનગર, પોરબંદર સહિતનાં વિસ્તારોનો વિકાસ જેટ સ્પીડમાં થઈ રહ્યો હોવાનું જણાવ્યું હતું.