નવી દિલ્હીઃ જમ્મુ-કાશ્મીરને પૂર્ણ રાજ્યનો દરજ્જો આપવા માટે કેન્દ્ર સરકારમાં ટોચના સ્તરે સમજૂતી થઈ છે. નવેમ્બરના અંતિમ અઠવાડિયામાં શરૂ થતા સંસદના શિયાળુ સત્રમાં આને લગતો પ્રસ્તાવ લવાશે. જમ્મુ-કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લા તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહને મળ્યા હતા, જે બાદ સરકાર તરફે આ દિશામાં પહેલ શરૂ થઈ છે.
તાજેતરની ચૂંટણી બાદ સરકારની કેબિનેટે જમ્મુ-કાશ્મીરને રાજ્યનો દરજ્જો પુનઃ સ્થાપિત કરવાનો પ્રસ્તાવ પસાર કર્યો હતો અને તેને લેફ્ટનન્ટ ગવર્નર (એલજી) ને મોકલ્યો હતો. એલજીએ આ પ્રસ્તાવને મંજૂરી આપી છે. આ સીધો સંકેત છે કે, જમ્મુ-કાશ્મીરને રાજ્યનો દરજ્જો આપી પુનઃ સ્થાપિત કરવામાં કોઈ વિલંબ થશે નહીં.