વાયનાડ બેઠકની પેટાચૂંટણીનું ફોર્મ ભરતાં પ્રિયંકા ગાંધીએ જણાવ્યું છે કે તેની પાસે 4400 ગ્રામ સોનુ, સિમલામાં 5.63 કરોડનું ઘર પણ છે.
• શરદ પવારને ઝટકોઃ એનસીપીને લઈને ચાલી રહેલી કાકા સાથેની લડાઈમાં ભત્રીજાનો વિજય થયો છે. સુપ્રીમ કોર્ટે એનસીપીનું ચૂંટણીચિન્હ ઘડિયાળ અજિત પવાર જૂથને સોંપ્યું છે.
• દેશમાં આગામી વર્ષે વસ્તીગણતરીઃ દેશમાં 2025માં વસ્તીગણતરીની શરૂઆત થઈ શકે. સરકાર સંપ્રદાયના આધારે વસ્તીગણતરી અંગે વિચારી રહી છે.
• યોગીના નિવેદનને આચરણમાં લાવવા સંઘની સલાહઃ આરએસએસ સરકાર્યવાહે યોગી આદિત્યનાથના ‘બટેંગે તો કટેંગે’ નિવેદનને સમર્થન આપ્યું હતું.
• પહેલીવાર એકસાથે 98 આરોપીને આજીવન કેદઃ કર્ણાટકમાં દલિત અત્યાચાર હેઠળ 98 આરોપીને કોર્ટે આજીવન કેદની સજા ફટકારી છે.
• 5 વર્ષમાં 720 આતંકી ઠારઃ છેલ્લાં 5 વર્ષમાં સુરક્ષાદળોએ જમ્મુ-કાશ્મીરમાં 720 આતંકીને ઠાર માર્યા, જ્યારે બાકીના 130 આતંકીની શોધ હજુ ચાલુ છે.