સોમનાથ મંદિરમાં થ્રી-ડી લાઈટ એન્ડ સાઉન્ડ-શોઃ શ્રીકૃષ્ણની લીલાઓ અને મહાદેવનાં દર્શન

Wednesday 30th October 2024 04:11 EDT
 
 

સોમનાથઃ શ્રી સોમનાથ મહાદેવનાં દર્શને આવતા યાત્રિકો માટે 3D લાઇટ એન્ડ સાઉન્ડ શોનો ચોમાસા બાદ શુક્રવારે 25 ઓકટોબરથી પુનઃ પ્રારંભ થયો છે.
પ્રથમ દિવસે જ શોને સમગ્ર રીતે હાઉસફુલ પ્રતિસાદ મળ્યો છે. આ શો પ્રથમ દિવસે જ વૃદ્ધો, યુવાનો અને બાળકોમાં ઉત્સાહ અને ભાવવિભોર પળો નિર્માણ કરવામાં સમર્થ રહ્યો છે.
યાત્રિકો શ્રી સોમનાથ તીર્થના ઇતિહાસથી માહિતગાર બન્યા
સોમનાથનો 3D લાઇટ એન્ડ સાઉન્ડ શો યાત્રિકોને શ્રીસોમનાથ તીર્થના ઇતિહાસથી માહિતગાર કરે છે, જે ચંદ્રદેવના તપથી ભગવાન સોમનાથના પ્રાગટ્યથી માંડીને શ્રીકૃષ્ણની અંતિમ લીલાઓ સુધીના પ્રભાસ તીર્થના ગૌરવશાળી કથાનું રોચક પ્રસ્તુતિકરણ છે. આધુનિક ટેક્નોલોજીથી સુરચિત આ શો યાત્રિકોને આનંદ અને ધર્મનિષ્ઠાનો અનોખો અનુભવ કરાવે છે.
તહેવારોમાં બે શો યોજાશે
ચોમાસાના વિરામ બાદ શરૂ કરાયેલા આ શો માટે યાત્રિકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. શોનો સમય સાંજ આરતી પછી 7:45 અથવા 8:00 વાગ્યાનો હોય છે. શનિવાર, રવિવાર તથા તહેવારોના દિવસોમાં યાત્રિકોની વધતી સંખ્યાને ધ્યાનમાં રાખીને બે શો યોજાશે.


comments powered by Disqus