નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટે સોમનાથમાં દબાણ હટાવવાની કાર્યવાહી પર સ્ટે આપવા ઇનકાર કર્યો છે. સુપ્રીમ કોર્ટમાં દાખલ અરજીમાં યથાસ્થિતિ જાળવી રાખવા માગણી કરાઈ હતી. જેની સુનાવણી કરતાં જસ્ટિસ બી.આર. ગવઈની બેંચે બંને પક્ષને સાંભળ્યા બાદ યથાસ્થિતિ જાળવી રાખવા ઇનકાર કર્યો છે. ગુજરાત સરકારે સુપ્રીમ કોર્ટમાં કહ્યું કે, ગીર-સોમનાથમાં જે જમીન પર ગેરકાયદે માળખાને ધ્વસ્ત કરી દેવાયાં તે જમીન તેની પાસે રહેશે અને કોઈ ત્રીજા પક્ષને ફાળવણી કરાશે નહીં.