ગુજરાતી શિક્ષણ સંઘ (કોન્સોર્ટીયમ ઓફ ગુજરાતી સ્કુલ્સ)ના ઉપક્રમે લંડનમાં ૨૧ જુલાઇએ વેમ્બલી ખાતે સનાતન મંદિરના હોલમાં અને લેસ્ટરમાં ૮ સપ્ટેમ્બરના જલારામ કોમ્યુનિટી સેન્ટર ખાતે ગુજરાતી શિક્ષકોના તાલીમ વર્ગોનું આયોજન કરવામાં આવ્યું હતું. જેને ખૂબ જ સારી સફળતા સાંપડી હતી. શિક્ષકોના પ્રતિભાવ એ અંગે હકારાત્મક રહ્યાં હતાં.
આ તાલીમ વર્ગોમાં ગુજરાતી શિક્ષણને કઇ રીતે વધુ અસરકારક બનાવી શકાય અને વિદ્યાર્થીઓ કેટલું શીખ્યા એનું પરિક્ષણ કઇ રીતે કરવું એ વિષે સમજ પ્રથમ ભાગમાં અપાઇ હતી.
બીજા ભાગમાં વિદ્યાર્થીઓના “ગુજરાતી બોલવાના કૌશલ્ય’’ની ચકાસણી કઇ રીતે કરવી અને એમનું કૌશલ્ય વધારવામાં મદદરૂપ થવા અંગે ધ્યાન કેન્દ્રિત કરાયું હતું.
લંડનમાં ૩૫ -૩૬ જેટલા તાલીમાર્થી શિક્ષકોને ગુજરાતી શિક્ષણ સંઘના ચેર શ્રી જયંતિભાઇ તન્નાના નેતૃત્વ હેઠળ તાલીમ અપાઇ હતી. એમની સાથે સહાયક શિક્ષકો તરીકે વિજ્યાબહેન ભંડેરી, રેખાબહેન પટેલ તથા રીટાબહેન કામદારે સેવા સાદર કરી હતી.
લેસ્ટર તથા બોલ્ટનના મળી ૨૯ ગુજરાતી શિક્ષકોએ ભાગ લીધો હતો. લેસ્ટરમાં વાઇસ ચેર શોભાબહેન જોષીએ ચેર જયંતિભાઇ તન્નાના નેતૃત્વ હેઠળ નોંધપાત્ર ભૂમિકા ભજવી હતી.
આ તાલીમવર્ગનું મૂલ્યાંકન વૈજ્ઞાનિક પદ્ધતિએ કરાયું હતું. જેના હકારાત્મક પાસાં સાથે ભાવિ વર્ગોમાં કયા સુધારાને અવકાશ છે એ પણ ચર્ચાયું હતું.
A લેવલના શિક્ષણ માટેના આગામી વર્ગો:
ઓક્ટોબર’૨૪થી એપ્રિલ’૨૫
આગામી A લેવલ ગુજરાતી કોર્સ માટે પણ શિક્ષક તાલીમ વર્ગોનું આયોજન ૧૮ ઓક્ટોબર ૨૦૨૪ થી ૪ એપ્રિલ ૨૦૨૫ કરાયું છે. જેમાં ૧૨ સપોર્ટ સેશન હશે. જેનું ઝૂમ પ્રેઝન્ટેશન વાઇસ ચેર શોભાબહેન જોષી કરશે. આ અભ્યાસક્રમમાં રસ ધરાવનાર ગુજરાતી શિક્ષકોએ ૨૨ સપ્ટેમ્બર સુધીમાં અરજી કરવાની રહેશે. સમય વહી જાય એ પહેલા અરજી મંગાવી કરી લેવા વિનંતિ. વધુ વિગત માટે સંપર્ક:
• જયંતિભાઇ તન્ના (ચેર)
email: [email protected] / mob:07711 372 853
• વિજયાબહેન ભંડેરી (સેક્રેટરી)
email: [email protected]
• શોભાબહેન જોષી (વાઇસ ચેર)
[email protected] / Mob:07985 281 511