ચાંગા: ચારુસેટ યુનિવર્સિટી સંલગ્ન બાપુભાઈ દેસાઈભાઈ પટેલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ પેરામેડિકલ (BDIPS)ના ઓપ્ટોમેટ્રીના આસિસ્ટન્ટ પ્રોફેસર દેવાંશી દલાલે કેનેડાના વાનકુવરમાં આયોજિત 39મી વર્લ્ડ ઓપ્થેલ્મોલોજી કોંગ્રેસમાં એકમાત્ર ભારતીય તરીકે ‘એટ્રોપાઇન ફોર માયોપિયા કંટ્રોલ’ વિશે રિસર્ચ પ્રેઝન્ટેશન કરી આંતરરાષ્ટ્રીય સ્તરે સિદ્ધિ પ્રાપ્ત કરી. જેમાં દુનિયાના વિવિધ દેશના પ્રતિનિધિઓએ ભાગ લીધો હતો. જેમાં દેવાંશી દલાલે કન્ટિન્યૂઇંગ મેડિકલ એજ્યુકેશન, નેટવર્કિંગ, રિસર્ચ પોઇન્ટ ઓફ વ્યૂથી ભાગ લીધો હતો અને માયોપિયા વિશે પોસ્ટર પ્રેઝન્ટેશન કર્યું હતું.