બીજિંગઃ ચીનના વિદેશ મંત્રાલયે કહ્યું કે પૂર્વ લદાખમાં ગલવાન ખીણ સહિત 4 વિસ્તારમાંથી સેના હટાવવામાં આવી છે. નેશનલ સિક્યુરિટી એડવાઇઝર (એનએસએ) અજિત ડોભાલે ચીનના વિદેશમંત્રી વાંગ થી સાથે રશિયાના સેન્ટ પીટર્સબર્ગમાં બ્રિક્સ બેઠકની મુલાકાત પછી ચીન વિદેશ મંત્રાલયે નિવેદન જાહેર કર્યું છે. જેમાં કહેવામાં આવ્યું છે કે, આ મુલાકાત દરમિયાન બંને દેશોની વચ્ચે દ્વિપક્ષીય સંબંધો સુધારવા કાર્ય કરવા માટે સહમતિ સધાઇ હતી. ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા માઓ નિંગે કહ્યું કે, બંને દેશોએ લદાખના 4 વિસ્તારથી પોતાની સેના હટાવી દીધી છે અને સીમા પર અત્યારે સ્થિરતા છે. આ પહેલાં ગુરુવારે ભારતના વિદેશમંત્રી એસ.જયશંકરે જિનિવામાં કહ્યું હતું કે, પૂર્વ લદ્દાખથી મડાગાંઠના 75 ટકા મામલા ઉકેલી નાખ્યા છે. જ્યારે ભારતીય વિદેશ મંત્રાલયે કહ્યું કે, બંને દેશોએ બચેલા વિસ્તારથી પણ સેનાને ઝડપથી હટાવવા સહમતિ જણાવી છે.
વિદેશમંત્રી એસ.જયશંકરે જણાવ્યું કે ભારત અને ચીન વચ્ચે રાજદ્વારી અને સૈન્ય સ્તરે બંને સ્તરે વાતચીત થઈ રહી છે. અમે આશા રાખીએ છીએ કે જો કોઈ ઉકેલ આવેે.