જામનગરમાં દગડુશેઠ ગણેશજીને 551મીટરની તિરંગી હાલારી પાઘડી

Wednesday 18th September 2024 03:16 EDT
 
 

જામનગર: હાલ ગણેશોત્સવ ચાલી રહ્યો છે અને અલગ-અલગ સ્થળે શ્રીજી અવનવા સ્વરૂપે બિરાજી રહ્યા છે. એટલું જ નહીં, ગણેશોત્સવમાં અવનવા આકર્ષણ સાથે રેકોર્ડ પણ બનાવાતા હોય છે, ત્યારે જામનગરમાં શ્રીજીની તિરંગી હાલારી પાઘડી પહેરાવીને વર્લ્ડરેકોર્ડ માટે દાવો કરાયો છે. મળતી માહિતી મુજબ જામનગરમાં દગડુશેઠ ગણપતિ મહોત્સવ અંતર્ગત એઇટ વન્ડર ગ્રૂપ દ્વારા 551 મિટરની મહાકાય તિરંગી હાલારી પાઘડી ભગવાન ગણેશજીની પ્રતિમાને પહેરાવાઈ છે.
આ સાથે સંચાલકોએ આટલી મોટી પાઘડી મામલે ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ સર્જવાનો દાવો કર્યો છે. એટલું જ નહીં આ ગણેશોત્સવમાં ગણપતિને પ્રિય 11,111થી વધુ મોદક લાડુ બનાવી પ્રસાદસ્વરૂપે ધરાવવામાં આવ્યા હતા. અગાઉ આ ગ્રૂપ દ્વારા આઠ ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ સર્જવામાં આવ્યા છે. ત્યારે આ વર્ષે બીજા બે વર્લ્ડ રેકોર્ડ સર્જી જામનગરનું નામ વિશ્વફલક પર ચમકાવવા પ્રયાસ કરવામાં આવ્યો છે.


comments powered by Disqus