નકલી એનએ દ્વારા 1 હજાર વીઘા જમીન વેચી દેવાઈ

Wednesday 18th September 2024 03:17 EDT
 
 

અમદાવાદઃ દાહોદમાં મોટેપાયે ચાલતા જમીન કૌભાંડનો પર્દાફાશ થયો છે. અંદાજે 1000 વીઘા કરતાં વધુ જગ્યા એનએ (નોન એગ્રિકલ્ચર) હેતુફેર કરીને ગઠિયાઓએ વેચી મારી છે. બજાર ભાવ પ્રમાણે આ જમીનોની કુલ કિંમત અંદાજે રૂ. 2400 કરોડ છે. મહેસૂલ વિભાગમાં બધા અધિકારીની જવાબદારી પોતાના કામ પૂરતી સીમિત હોવાનો લાભ લઈ 10 વર્ષ સુધી આ ઠગો દ્વારા ઠગાઈ કરાઈ હોવાનું જણાયું છે. ઉલ્લેખનીય છે કે, ઠગોએ આ ખામીનો લાભ લઈ બેન્કથી લઈ કલેક્ટર કચેરી સુધીના ખોટા સિક્કાનો ઉપયોગ કર્યો હતો, જે ઠગાઈ લાંબા સમય સુધી ચાલી.


comments powered by Disqus