અમદાવાદઃ અમેરિકાથી બોગસ પાસપોર્ટ પર અમદાવાદ આવેલા આણંદના અલ્પેશ પટેલને ઇમિગ્રેશન ઓફિસરે ઝડપ્યો હતો. તપાસ દરમિયાન તેની પાસે અન્ય વ્યક્તિ મોહંમદ મશરૂરનો પાસપોર્ટ હતો, જેના પર અલ્પેશનું નામ અને ફોટો હતા. પોલીસે ગુનો નોંધી નકલી પાસપોર્ટના આધારે ક્યાં ગયો હતો તેની તપાસ હાથ ધરી છે.