રાપર: 12 સપ્ટેમ્બરે વાગડની ભાતિગળ સંસ્કૃતિને ઉજાગર કરતો રવેચી માતાનો મેળો ભરાયો હતો, જેમાં દેશભરથી હજારોની સંખ્યામાં લોકો પહોંચ્યા હતા. મેળામાં શ્રદ્ધા અને શક્તિનો પરિચય આપતાં મોટી સંખ્યામાં ભક્તોએ પગપાળા આવી માતાજીને શિશ ઝુકાવ્યું હતું. ઉલ્લેખનીય છે કે, બ્રહ્મલીન ગંગાગિરિજી બાપુ વગરનો પ્રથમ મેળો હોવાથી તેમના ચાહકોના ચહેરા પર ગમગીની દેખાતી હતી. તેમના ઉત્તરાધિકારી મહંત હીરાગિરિજી બાપુએ વહેલી સવારે મા રવેચીનાં ચરણે શિશ નમાવી પોતાના ગુરુ મહારાજની સમાધિનું પૂજન કર્યું હતું.