અમદાવાદ: રાજકોટ અગ્નિકાંડ કેસમાં ગુજરાત હાઇકોર્ટે રાજકોટ મ્યુનિસિપલ કમિશનરની ઝાટકણી કાઢી અદાલતના હુકમના પાલનના અનુસંધાનમાં લેવાયેલા પગલાં તેમજ અગ્નિકાંડ દુર્ઘટનામાં માર્યા ગયેલા લોકોના પરિવારોને વળતર સંબંધી શું પગલાં લેવાયાં તેને લઈને મ્યુનિસિપલ કમિશનર પાસેથી જવાબ માગ્યો હતો. વર્ષ ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ દુર્ઘટના બની હોવાથી હાઈકોર્ટના આદેશોનું પાલન કેમ કરાયું નથી તેનો જવાબ રજૂ કરવા હાઇકોર્ટે રાજકોટ મ્યુનિસિપલ કમિશનરને નોટિસ બજાવી હતી. હાઇકોર્ટે રાજકોટ મ્યુનિ. કમિશનર તરફથી રજૂ થયેલી 1800 પાનાંની એફિડેવિટ નકારી કાઢી નવેસરથી ખુલાસો કરવા નિર્દેશ કર્યો હતો.