વડોદરાઃ લક્ષ્મીચંદ ભગાજીની પેઢીમાં રોકાણ કરનારા થાપણદારો પૈકી રૂ.5,000 સુધીની રસીદવાળાને પરત ચુકવણી કરવાની કાર્યવાહી એપ્રિલ 2025થી શરૂ કરાશે. તેમ લક્ષ્મીચંદ ભગાજી લિ. ડિપોઝિટર્સ મેનેજમેન્ટ કમિટી તરફથી કહેવાયું છે.
કમિટીના ઓડિટર પરાગ મહેતાએ આ અંગે વધુ વિગતો આપતા કહ્યું હતું કે કુલ 41,400 થાપણદારોના રૂ.41.31 કરોડ બાકી લેણા નીકળે છે. તે પૈકી 36,400 એવા થાપણદારો છે કે તેઓની રૂ.5,000 કે તેથી ઓછી થાપણ છે. જેમના બાકી લેણાં રૂ. 31 કરોડ છે. વર્ષ 2007-08 દરમિયાન રૂ.5 હજાર કે તેથી ઓછી થાપણ ધરાવતા થાપણદારોને રૂ. 20.47 કરોડ ચૂકવાયા હતા અને હજુ રૂ. 10.56 કરોડ ચૂકવવાના બાકી છે. વર્ષ 2007-08માં ચુકવણીના પ્રથમ હપતા બાદ મુખ્ય સભ્યોના અવસાન થતાં, અસ્ક્યામતોનું વેચાણ બાકી હોવાથી કામગીરી અટકી હતી.