વડોદરા: વિશ્વામિત્રીના પૂરે કેેર વર્તાવ્યો. પૂરના પાણી ઉતર્યા બાદ પૂરમાં ડૂબેલી 50 હજાર કારને નુકસાન પહોંચ્યું છે. શોરૂમ સંચાલકોએ ત્રણ મહિના કાર રિપેર કરી પરત નહીં આપી શકાય તેમ જણાવતાં લોકો ખાનગી ગેરેજમાં કાર મોકલતા થયા છે. બીજી તરફ સરકારના આદેશને પગલે વડોદરા આરટીઓએ ડીલરોની મિટિંગ બોલાવી તેમને ગાડી ઝડપથી રિપેર કરી આપવા તેમજ સર્વેયરને જલદી સરવે પૂર્ણ કરવા જણાવ્યું હતું.
પૂરપીડિતો માટે પેકેજ જાહેર
વડોદરામાં લોકોને પૂરથી બહાર આવતાં ઘણા દિવસો લાગી ગયા, ત્યારે વડોદરામાં પૂરે વેરેલા વિનાશ બાદ સરકારે લારીધારકને રૂ. 5 હજાર, 40 સ્ક્વેર ફૂટ કેબિનધારકને રૂ. 20 હજાર અને 40 સ્ક્વેર ફૂટથી મોટી કેબિન ધારકને રૂ. 40 હજારની રોકડ સહાય જાહેર કરી છે.