નવી દિલ્હીઃ રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને ગુરુવારે રાત્રે સેન્ટ પિટર્સબર્ગમાં ભારતના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર (NSA) અજિત ડોભાલ સાથે મુલાકાત કરી. આ વન-ટુ-વન મિટિંગમાં બંને એક ટેબલ પર સાથે જોવા મળ્યા હતા.
રશિયન રાષ્ટ્રપતિ પુતિને કહ્યું કે, તેઓ 22 ઓક્ટોબરે કઝાન (રશિયા)માં બ્રિક્સ સમિટમાં ભાગ લેવા માટે પ્રધાનમંત્રી મોદીની રાહ જોઈ રહ્યા છે. આ દરમિયાન તેમણે પ્રધાનમંત્રી મોદી સાથે દ્વિપક્ષીય બેઠકનો પ્રસ્તાવ પણ મૂક્યો હતો.
રિપોર્ટ અનુસાર ડોભાલની રશિયા મુલાકાતનો હેતુ રશિયા-યુક્રેન વિવાદનો ઉકેલ લાવવાનો પણ છે. પ્રધાનમંત્રી મોદીની શાંતિ યોજના લઈને ડોભાલ રશિયા પહોંચ્યા છે. તેમણે પુતિન સાથે યુક્રેનમાં ચાલતા સંઘર્ષના ઉકેલ અંગે વાત કરી હતી. ડોભાલે રશિયાના રાષ્ટ્રપતિ પુતિનને કહ્યું, ‘વડાપ્રધાન મોદી તેમની યુક્રેનની મુલાકાત અને રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કી સાથેની મુલાકાત વિશે માહિતી આપવા ઉત્સુક હતા. તે ઇચ્છે છે કે હું તમને મળવા માટે અને તમને વાર્તાલાપ અંગે જણાવવા વ્યક્તિગત રીતે રશિયા આવું.