ભુજઃ અયોધ્યા, ઉત્તરપ્રદેશ ખાતે ઇન્ડિયન આર્ટ એન્ડ કલ્ચર સોસાયટી દ્વારા આયોજિત ‘કલા એવમ સાંસ્કૃતિક મહોત્સવ’ રાષ્ટ્રીય નૃત્ય હરીફાઈમાં માધાપર આઇયા સ્પેસ અને ભુજમાં અંધજન મંડળમાં કાર્યરત્ નૂપુર ડાન્સ એકેડેમીના 30 કલાકાર દ્વારા પ્રસ્તુત સેમિ ક્લાસિકલ, ક્લાસિકલ, લોકનૃત્ય અને મોડર્ન નૃત્યને 38 રાષ્ટ્રીય પુરસ્કાર મળ્યા છે. નૂપુર ડાન્સ એકેડેમીનાં કલાગુરુ વૈશાલી સોલંકીના જણાવ્યા પ્રમાણે ત્રિદિવસીય રાષ્ટ્રીય સ્પર્ધામાં 12 રાજ્યથી આવેલા 1350થી વધુ કલાકાર દ્વારા પ્રસ્તુતિમાંથી અલગ અલગ શ્રેણીમાં માધાપર અને ભુજના કલાકારો દ્વારા પ્રસ્તુત 38 કૃતિને રાષ્ટ્રીય પુરસ્કાર મળ્યો હતો. જેમાંથી 25ને પ્રથમ, 11ને દ્વિતીય અને 2ને તૃતીય પુરષ્કાર એનાયત કરાયા હતા.