અમદાવાદઃ રાજકોટ ટીઆરબી ગેમ ઝોન અગ્નિકાંડે સ્થાનિક તંત્રની લાપરવાહી અને સરકારની ફાયર સેફ્ટી પ્રત્યેની બેધારી નીતિ ખુલ્લી પાડી છે. આગ દુર્ઘટનાની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે ત્યારે ગુજરાતમાં જનસંખ્યા મુજબ પુરતા ફાયર સ્ટેશન જ નથી. ગુજરાતની વસ્તીને જોતાં 394 ફાયર સ્ટેશન હોવા જોઈએ તેના બદલે માત્ર 183 ફાયર સ્ટેશન કાર્યરત છે તેમાં 60થી વધુ ફાયર સ્ટેશનની સ્થિતિ દયનીય છે. આ જોતાં ડિઝાસ્ટર મેનેજમેન્ટની વાતો કાગળ પર જ હોવાનું પ્રસ્થાપિત થયું છે.મહત્વની વાત તો એછેકે, સતત ચાર વર્ષ સુધી ફાયર પ્રિવેન્શન - ફાયર સર્વિસ માટે કરોડો રૂપિયા વણવપરાયા રહ્યા છે.