સુરતઃ લોકસભાની ચૂંટણીમાં ભાજપના ગઢ ગુજરાતનો એક કાંગરો કોંગ્રેસે ખેરવી નાખ્યો છે. આ અંગે અફસોસ વ્યક્ત કરતાં ગુજરાત ભાજપ અધ્યક્ષ તરીકે જવાબદારી સી.આર. પાટીલ દ્વારા લેવામાં આવી. દુઃખ સાથે સી.આર. પાટીલે આ અંગે કહ્યું, ‘લોકસભા ચૂંટણીમાં આ વખતે ગુજરાતની 26 પૈકી 25 બેઠક જ ભાજપ મેળવી શક્યો છે. કારણો આપવામાં હું માનતો નથી, પરંતુ આપણી કચાશ રહી ગઈ તેની જવાબદારી મારી છે. પ્રમુખ તરીકેનો જશ આપતા હોવ તો અપજશ મળે એ પણ મારી જવાબદારી છે. એ ભૂલ હું સ્વીકારું છું. મારી કોઈ જગ્યાએ ભૂલ રહી ગઈ હશે, એટલે ગુજરાતના દરેક કાર્યકરોની દિલથી માફી માગું છું.’
ઉલ્લેખનીય છે કે, જળશક્તિ મંત્રાલયનો કાર્યભાર સોંપાયા બાદ નવસારી લોકસભા બેઠકના સાંસદ સી.આર. પાટીલે
સુરતમાં શુક્રવારે સાંજે તેમના આભાર દર્શન કાર્યક્રમમાં હાજરી આપી હતી.
કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલે જણાવ્યું હતું કે, ગુજરાત વિધાનસભામાં 161 સીટ અને લોકસભામાં સુરતમાંથી બિનહરીફ ઉમેદવાર એ ભાજપના કાર્યકરોની તાકાત દર્શાવે છે.