ગાંધીનગરઃ તાજેતરમાં યોજાયેલી લોકસભા ચૂંટણીમાં બનાસકાંઠા સીટ પરથી ચૂંટાયેલાં ગેનીબહેન ઠાકોરે ધારાસભ્યપદેથી રાજીનામું આપ્યું છે. આ સાથે જ વિધાનસભા ગૃહમાં કોંગ્રેસનું સંખ્યાબળ 13થી ઘટીને 12 થઈ ગયું છે. અહેવાલો અનુસાર કોંગ્રેસ જાતિગત સમીકરણોને ધ્યાનમાં રાખીને થરાદના પૂર્વ ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂત અથવા ઠાકરશી રબારીને ટિકિટ આપી શકે છે.