ગોંડલ ધારાસભ્યના પુત્ર સામે આક્રોશઃ દલિતસમાજની રાજીનામાની માગ

Wednesday 19th June 2024 07:21 EDT
 
 

ગોંડલઃ સમસ્ત મેઘવાળ સમાજ દ્વારા જૂનાગઢથી ગોંડલ પ્રતિકાર બાઇક રેલીના આયોજનને લઈ બહોળી સંખ્યામાં મેઘવાળ સમાજના લોકો ગોંડલ આવી પહોંચ્યા હતા, જ્યાં ખટારા સ્ટેન્ડ ખાતે જાહેરસભા યોજાઈ હતી.
આ જાહેરસભામાં ગોંડલ, રાજકોટ, જૂનાગઢ ઉપરાંત સૌરાષ્ટ્રભરથી બહોળી સંખ્યામાં દલિતસમાજના આગેવાનો ઊમટ્યા હતા. આ સભામાં દલિત આગેવાનોએ ગોંડલના ધારાસભ્ય ગીતાબા જાડેજાના પુત્ર સામેનો કેસ ફાસ્ટટ્રેકમાં ચલાવવા સાથે ધારાસભ્યના રાજીનામાની માગણી કરી હતી.
મુખ્ય ફરિયાદી રાજુભાઈ સોલંકી દ્વારા જનસભાને સંબોધવામાં આવી હતી. તેમણે જયરાજસિંહ જાડેજાને ચેલેન્જ આપતાં કહ્યું હતું કે, ગોંડલ શહેર-તાલુકામાં ક્યાંય પણ અન્યાય થશે તો તેઓ જરૂરથી હાજર રહેશે. જો જયરાજસિંહ અને તેનો દીકરો ગણેશ એક અઠવાડિયું ગોંડલની બજારમાં બોડીગાર્ડ વગર ફરી બતાવે તો હું આ કેસમાં સમાધાન કરી લઈશ.
જૂનાગઢની ઘટના આકસ્મિક: જયરાજસિંહ
ગોંડલમાં દલિત સંમેલન બાદ પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, જૂનાગઢમાં બનેલી ઘટના આકસ્મિક હતી, પૂર્વનિયોજિત નહોતી. હું જૂનાગઢના એ પરિવારને ઓળખતો પણ નથી, કે મારે તેઓ સાથે કોઈ વાંધો પણ નથી. તેમ છતાં કોઈને મારા કે પરિવારથી તકલીફ હોય તો મને કોઈ વાંધો નથી. દલિત સમાજના આગેવાનો મારા સંપર્કમાં હતા અને તેમનું
મને સમર્થન છે. આ રેલીમાં કોઈ આગેવાનો જોડાયા નથી.


comments powered by Disqus