નવનાત વડિલ મંડળ યોજીત ‘ફાધર્સ ડે’ની સંગીતસભર બપોર

-જ્યોત્સ્ના શાહ Wednesday 19th June 2024 07:07 EDT
 
 

શુક્રવાર તા. ૧૪ જુન’૨૪ના રોજ નવનાત વડિલ મંડળે ‘ફાધર્સ ડે’ અને “જીંદગી એક ઉત્સવ’ની સમુધુર ઉજવણી કરી હતી. હેઝના નવનાત ભવનમાં લગભગ ૩૮૬-૪૦૦ની વિશાળ હાજરીએ સંસ્થાની રસપુરીના જમણની મીઠાશ માણી જગતના સમગ્ર પિતાઓને સુરીલી અંજલિ આપી વ્યક્તિના જીવનમાં પિતાના અણમોલ સ્થાનની ગાથા ગાઇ હતી.
સૌ પ્રથમ નવનાત વડિલ મંડળના પ્રેસિડેન્ટ શ્રી નટુભાઇ મહેતાએ સૌનું હાર્દિક સ્વાગત કરતા સંગીતકાર શ્રી વિનોદ પટેલનો પરિચય આપ્યો હતો. રાજકોટના આ આંતર રાષ્ટ્રીય કલાકારે વિશ્વના અનેક દેશોમાં વિવિધ થીમ આધારિત ૩૪૦૦થી વધુ કાર્યક્રમો આપી ગુજરાતી અસ્મિતાને જીવંત રાખવામાં અમૂલ્ય અનુદાન આપ્યું છે. ભક્તિ સંગીત, લોક સાહિત્ય, સુગમ સંગીત આદીના માહેર શ્રી વિનોદભાઇ અને ગૃપે ગણપતિ વંદનાથી કુટુંબના તારણહાર પિતાની વંદના સૂરોથી સજાવી પિતાની છબી ઉપસાવી હતી. આ કાર્યક્રમના કો-ઓર્ડીનેટર્સ બંસરીબહેને “ફાધર્સ ડે’’ની ઉજવણીનું મહત્વ સમજાવી શુભકામના પાઠવી હતી. અને સુરેન્દ્રભાઇ શાહે સૌનો આભાર માનતા કિચન કમિટીની બહેનોએ ગરમાગરમ રસોઇ બનાવી પ્રેમથી જમાડ્યા એની ખાસ નોંધ લીધી હતી.


comments powered by Disqus