પાવાગઢમાં 500 વર્ષ જૂની મૂર્તિઓ તોડવામાં આવતાં જૈનસમાજમાં આક્રોશ

Wednesday 19th June 2024 06:23 EDT
 
 

પાવાગઢઃ મહાકાળી મંદિરનાં જૂનાં પગથિયાંની બાજુમાં સ્થાપિત કરાયેલી 500 વર્ષ જૂની જૈનોના તીર્થંકર નેમિનાથની પ્રતિમાઓને પાવાગઢ મહાકાળી મંદિર ટ્રસ્ટ દ્વારા કાઢી લેવામાં આવતાં સમગ્ર જૈન સમાજમાં તેના ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. 16 જૂને બપોરે આ સમગ્ર ઘટનાની જાણ જૈનસમાજને થતાં સુરતમાં મોટી સંખ્યામાં એકઠા થયેલા જૈન સમુદાયને સંબોધતાં જૈનાચાર્યએ પાવાગઢ મંદિરના ટ્રસ્ટી અશોક પંડ્યા સામે નારાજગી જાહેર કરી. આ સાથે જૈન મુનિએ આરોપ લગાવ્યો કે, દ્વેષબુદ્ધિથી કોઈએ મૂર્તિ તોડી પાડી છે.
આ અંગે હાલોલમાં જૈનસમાજ પોલીસ મથકે એકઠો થતાં જિલ્લા પોલીસવડા ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. જૈન આગેવાનોએ આવેદન આપી જિલ્લા SP તેમજ કલેક્ટર સાથે વાત કરતાં તેમને પ્રતિમાઓને યથાસ્થાને મૂકવાની ખાતરી આપતાં મામલો શાંત પડ્યો હતો.
જૈન સમાજના આક્રોશ બાદ મૂર્તિ યથાસ્થાને મુકાઈ
વિવાદના પગલે 93 વર્ષીય આચાર્ય કુલચંદ્રસુરી મહારાજ દ્વારા વિરોધ નોંધાવાયો હતો. આ વિવાદ વધતા ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જૈન સમાજને હૈયાધારણ આપી હતી કે, પ્રતિમાઓને પુનઃ સ્થાપિત કરી દેવામાં આવશે જેના ભાગરૂપે 18 જૂને તમામ મૂર્તિઓને યથાસ્થાને ગોઠવી દેવામાં આવી હતી. જો કે હર્ષ સંઘવીના જણાવ્યા પ્રમાણે જવાબદારો પર પગલાં ભરવામાં આવશે.

પાવાગઢઃ મહાકાળી મંદિરનાં જૂનાં પગથિયાંની બાજુમાં સ્થાપિત કરાયેલી 500 વર્ષ જૂની જૈનોના તીર્થંકર નેમિનાથની પ્રતિમાઓને પાવાગઢ મહાકાળી મંદિર ટ્રસ્ટ દ્વારા કાઢી લેવામાં આવતાં સમગ્ર જૈન સમાજમાં તેના ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. 16 જૂને બપોરે આ સમગ્ર ઘટનાની જાણ જૈનસમાજને થતાં સુરતમાં મોટી સંખ્યામાં એકઠા થયેલા જૈન સમુદાયને સંબોધતાં જૈનાચાર્યએ પાવાગઢ મંદિરના ટ્રસ્ટી અશોક પંડ્યા સામે નારાજગી જાહેર કરી. આ સાથે જૈન મુનિએ આરોપ લગાવ્યો કે, દ્વેષબુદ્ધિથી કોઈએ મૂર્તિ તોડી પાડી છે. આ અંગે હાલોલમાં જૈનસમાજ પોલીસ મથકે એકઠો થતાં જિલ્લા પોલીસવડા ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. જૈન આગેવાનોએ આવેદન આપી જિલ્લા SP તેમજ કલેક્ટર સાથે વાત કરતાં તેમને પ્રતિમાઓને યથાસ્થાને મૂકવાની ખાતરી આપતાં મામલો શાંત પડ્યો હતો.જૈન સમાજના આક્રોશ બાદ મૂર્તિ યથાસ્થાને મુકાઈવિવાદના પગલે 93 વર્ષીય આચાર્ય કુલચંદ્રસુરી મહારાજ દ્વારા વિરોધ નોંધાવાયો હતો. આ વિવાદ વધતા ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જૈન સમાજને હૈયાધારણ આપી હતી કે, પ્રતિમાઓને પુનઃ સ્થાપિત કરી દેવામાં આવશે જેના ભાગરૂપે 18 જૂને તમામ મૂર્તિઓને યથાસ્થાને ગોઠવી દેવામાં આવી હતી. જો કે  હર્ષ સંઘવીના જણાવ્યા પ્રમાણે જવાબદારો પર પગલાં ભરવામાં આવશે.


comments powered by Disqus