માણસાઃ સ્કૂલ વર્ધીનાં ભાડામાં કમરતોડ વધારો થતાં વાલીઓની હાલત કફોડી બની છે ત્યારે ગાંધીનગરના માણસાથી 7 કિલોમીટરના અંતરે આવેલા આજોલ ગામમાં સંસ્કાર તીર્થ નામની શૈક્ષણિક સંસ્થામાં 60 વર્ષથી સ્કૂલ પરિવહનની વ્યવસ્થા બદલાઈ નથી.
સંસ્થાનાં મેનેજિંગ ટ્રસ્ટી ડો. યોગિની મજમુદારે કહ્યું હતું કે, સ્વ. બાબુભાઈ એમ. શાહે 1964માં બાળમંદિર સાથે સંસ્કાર તીર્થની સ્થાપના કરી હતી. 60 વર્ષ અગાઉ ગામનાં બાળકોને બાળમંદિર સુધીની અવરજવર માટે ઊંટલારીને મોડિફાઇડ કરી બાળરથને સ્કૂલ બસ જેવી બનાવી હતી. રોજ સવારે બાળરથના ચાલક સાથે બાળમંદિરની બે બહેનોની દેખરેખ હેઠળ આખા ગામમાં ફરી બાળકોને લાવવામાં આવે છે. 60 વર્ષમાં એકપણ વખત બાળરથમાં કોઈ ફેરફાર કરાયો નથી. હાલ ત્રીજી પેઢીનાં બાળકો બાળરથમાં બેસી સ્કૂલે આવી રહ્યાં છે.