મંત્રીપદ મળવા - ન મળવાનું કોઈ કારણ ન હોયઃ રૂપાલા

Wednesday 19th June 2024 06:59 EDT
 
 

ગાંધીનગરઃ મંત્રીમંડળના શપથવિધિ સમારોહમાં હાજરી આપ્યા બાદ રાજકોટ આવેલા પૂર્વ કેન્દ્રીય મંત્રી પરસોત્તમ રૂપાલાએ જણાવ્યું કે, કોઈને મંત્રીપદ મળે તેની પાછળ કોઈ કારણ હોતું નથી અને કોઈનું મંત્રીપદ કપાય તેનું પણ કોઈ કારણ હોતું નથી. ક્ષત્રિયો અંગેના નિવેદન બાદ તેમનું મંત્રીપદ ગયું હોવાની ચર્ચા છે. અલબત્ત પોતાની છટણીનો બચાવ કરતાં તેમણે કહ્યું કે, બીજા સાંસદોને મંત્રીપદ કેમ મળે છે તેનું પણ કોઈ ખાસ કારણ હોતું નથી. તેમણે વધુમાં જણાવ્યું કે, પાર્ટી હાઇકમાન્ડના નિર્ણયનો હું આદર કરું છું. 


comments powered by Disqus