પાલનપુરઃ રાજ્યકક્ષાના વિશ્વયોગ દિવસની ઉજવણી આગામી 21 જૂને બનાસકાંઠાની ભારત-પાક. સરહદે નડાબેટ ખાતે યોજાશે. આ પ્રસંગે રાજ્યના મુખ્યમંત્રી તથા મંત્રીઓ અને ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહેશે. તેના અનુસંધાને આયોજન માટે જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતામાં નડાબેટ ખાતે ઉચ્ચ અધિકારીઓની ઉપસ્થિતિમાં બોર્ડર વિસ્તારનું નિરીક્ષણ કરી તૈયારી માટે બેઠક યોજાઈ હતી.
બનાસકાંઠા જિલ્લાની સરહદની પાવન ધરા પર 21 જૂને વિશ્વયોગ દિવસની રાજ્યકક્ષાની ઉજવણી કરાશે, ત્યારે નડાબેટ ખાતે યોગદિન દરમિયાન જરૂરી સુવિધા તેમજ સ્થળ નિરીક્ષણ અને જરૂરી માર્ગદર્શન સંદર્ભે બેઠક યોજાઈ હતી. નડાબેટ ખાતે બી.એસ.એફ.ના અધિકારીઓના સૂચન અને સ્થળ નિરીક્ષણ કરવામાં આવ્યું હતું.