અમદાવાદઃ અમદાવાદની સાબરમતી સેન્ટ્રલ જેમાં 140 કરોડના ખર્ચે અત્યાધુનિક ટ્રેનિંગ સેન્ટર બનવા જઈ રહ્યું છે. આ ટ્રેનિંગ સેન્ટર 45 એકરમાં બનાવાશે. પહેલા ફેઝમાં 20 એકરમાં જ્યારે ફેઝ 2માં 25 એકરમાં કામ કરવામાં આવશે. અહીં કોન્સ્ટેબલથી લઈને ડીવાયએસપી કક્ષાના કર્મચારીઓને ટ્રેનિંગ આપવામાં આવે તેવી વ્યવસ્થા કરવામાં આવી રહી છે. અદ્યતન સુવિધા સાથે ટ્રેનિંગ એકેડમીમાં સ્પોર્ટ્સની તમામ એક્ટિવિટી ઓલિમ્પિક કક્ષાની રહેવાની છે. આ સાથે જ સ્પોર્ટ્સ તથા પરેડ ગ્રાઉન્ડ પણ ઓલિમ્પિક લેવલના બનાવવામાં આવશે.