દેશભક્તિનાં ગીત ગાતાં-ગાતાં શિક્ષિકા ઢળી પડ્યાં

Wednesday 21st August 2024 05:21 EDT
 
 

ભુજઃ સ્વાતંત્ર્યદિનની સંધ્યાએ ભુજમાં વૃક્ષમિત્ર સંસ્થા દ્વારા આયોજિત દેશભક્તિના કાર્યક્રમમાં શિક્ષક આરતીબહેન રાઠોડ ગીત ગાતાં ઢળી પડ્યાં હતાં અને સારવાર મળે તે પહેલાં જ અંતિમશ્વાસ લીધો હતો. અવિનાશ વ્યાસની રચના ‘જય મા ભારતી.... વંદે ભારતી... સર પે હિમાલય કા છત્ર હૈ, ચરણો મેં નદીયા...’ તેમના અંતિમ શબ્દો બન્યા હતા. વૃક્ષારોપણ, વિતરણ અને ઉછેર સહિતની પ્રવૃત્તિ કરતી સંસ્થાએ ગુરુવારે દેશભક્તિની વિવિધ કૃતિ રજૂ કરનારા ત્રીસ ગાયકો અને વાદકોની હાજરીમાં આરતીબહેન રાઠોડ ગાતાં-ગાતાં ઢળી પડ્યાં હતાં.


comments powered by Disqus