રક્ષાબંધન જેને બળેવ પણ કહે છે તેવા શ્રાવણી પૂનમના આ પર્વએ બ્રાહ્મણો સમૂહ જનોઈ બદલતા હોય છે, ત્યારે રિલીફ રોડ ખાતે આવેલા કાળારામજી મંદિરે દ્વારકાના ગૂગળી બ્રાહ્મણો દ્વારા યજ્ઞોપવીત બદલવાનો કાર્યક્રમ યોજાયો હતો. શાસ્ત્રોક્ત વિધિપૂર્વક જનોઈ બદલતાં બે કલાકથી પણ વધુ સમય લાગતો હોય છે.