વિજય રૂપાણીની પીએમ સાથે મુલાકાતઃ સંગઠનમાં પદની ચર્ચા

Wednesday 21st August 2024 05:21 EDT
 
 

ગાંધીનગરઃ રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ નવી દિલ્હીમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી. આ મુલાકાત તદ્દન ઔપચારિક હોવાનું જણાવાઈ રહ્યું છે. નવી દિલ્હીમાં ભાજપ કાર્યાલય ખાતે રાષ્ટ્રીયકક્ષાની બેઠક મળી હતી, જેમાં દરેક રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશોના સંગઠનના હોદ્દેદારો તેમજ પ્રભારીઓની સાથે સંગઠન પર્વ મુદ્દે ચર્ચા કરાઈ હતી. આગામી સમયમાં ભાજપના રાષ્ટ્રીય સંગઠનમાં ફેરફાર આવી શકે તેવું આ બેઠક બાદ ચર્ચાઈ રહ્યું છે. નવા સંગઠનમાં રાષ્ટ્રીયસ્તરે રૂપાણીને મહત્ત્વની ભૂમિકા મળી શકે તેવી શક્યતા જોવાઈ રહી છે.


comments powered by Disqus