વિદેશમંત્રી એસ. જયશંકરે રવિવારે કુવૈતના વડાપ્રધાન શેખ મોહંમદ સબાહ અલ-સાલેમ અલ-સબાહ અને ક્રાઉન પ્રિન્સ શેખ સબાહ અલ-ખાલેદ અલ-સબાહ સાથે મુલાકાત કરી હતી અને દ્વિપક્ષીય સંબંધોને ઉચ્ચસ્તરે લઈ જવાના ઉપાયો પર ચર્ચા કરી હતી. કુવૈતમાં જયશંકરે બંને દેશો વચ્ચેના સંબંધોને ગાઢ બનાવવા અંગે શેખ સબાહના પરિપ્રેક્ષ્યની પ્રશંસા કરી હતી અને નરેન્દ્ર મોદી તરફથી શુભેચ્છાઓ પાઠવી હતી.