પાકિસ્તાનના ઉત્તર- પશ્ચિમમાં રવિવારે આતંકીઓએ હુમલો કર્યો હતો, જેમાં બે સુરક્ષા કર્મચારીનાં મોત થયાં, જ્યારે અન્ય 3 લોકો ઈજાગ્રસ્ત થયા હતા.
• સુદાનમાં અર્ધલશ્કરી દળે પોતાના જ 85 લોકોને હણ્યાઃ સુદાનમાં શનિવારે અર્ધલશ્કરી દળોના બળવાખોરોએ એક ગામ પર હુમલો કરી 85 લોકોની હત્યા કરી નાખી હતી.
• કોલકાતા દુષ્કર્મ-હત્યા અંગે વિદેશોમાં પણ લોકોનું પ્રદર્શનઃ કોલકાતામાં મહિલા ડોક્ટરની દુષ્કર્મ બાદ થયેલી હત્યાથી અમેરિકા, જર્મની, પોલેન્ડ, કેનેડામાં લોકો રસ્તે ઊતરી પડ્યા હતા.
• WHO મંકીપોક્સની દહેશતઃ WHOએ બુધવારે મંકીપોક્સને ગ્લોબલ ઇમર્જન્સી જાહેર કરી છે, કારણ કે આફ્રિકા-યુરોપ બાદ Mpox સંક્રમણ એશિયામાં ફેલાઈ રહ્યું છે.
• શ્રીલંકા રાષ્ટ્રપતિ વિક્રમસિંઘેનું નામાંકનઃ શ્રીલંકામાં 21 સપ્ટેમ્બરે રાષ્ટ્રપતિની ચૂંટણી માટે રાનિલ વિક્રમસિંઘેને 30થી વધુ રાજકીય પાર્ટીઓ અને સમૂહોનું સમર્થન મળ્યું છે.
•યુક્રેન સામે રશિયા ઊંઘતું ઝડપાયુંઃ રશિયાના કુર્સ્ક વિસ્તારમાં યુક્રેનનું લશ્કર અચાનક ત્રાટક્યું. યુક્રેનના દાવા પ્રમાણે તેણે એક હજાર કિ.મી.થી વધુ જમીન પર કબજો કર્યો છે. આમ રશિયા ઊંઘતું ઝડપાયું છે.