શક્તિ, ભક્તિ અને આસ્થાનું ત્રિવેણી સંગમ મા જગતજનની અંબાના ધામે ગબ્બર પર્વત પરના સ્થાનકને સ્વતંત્રતાપર્વ પર તિરંગાનો વિશેષ શણગાર કરવામાં આવ્યો હતો. તો મંદિર પરિસર, મંદિર અને માતાજીને પણ તિરંગાની સજાવટ કરાઈ હતી. ગબ્બર પર્વત પર આવતા માઇભક્તો પણ માતાજીના મંદિરની તિરંગાથી સજાવટ જોઈ આનંદિત થયા હતા.