અમદાવાદઃ ગુજરાતમાં સુરતને બાદ કરતાં લોકસભાની 25 સીટો પર ઉમેદવારોના ભાવિ ઈવીએમમાં કેદ થયા છે, જેને સ્ટ્રોંગ રૂમમાં સુરક્ષિત રખાયાં છે. આ સ્ટ્રોંગરૂમથી થોડેક દૂર કંટ્રોલરૂમ ખાતે રાજકીય પક્ષના કાર્યકરો પણ ચોકી-પહેરો કરી રહ્યા છે. કોંગ્રેસે અલગ અલગ શિફટમાં ચોકસાઈપૂર્વક દેખરેખ માટે આ ચોકી પહેરો વધારવા કાર્યકરોને સૂચના આપી છે.
ઈવીએમ સુરક્ષિત રહે તેની જવાબદારી ચૂંટણીપંચ પર છે, તમામ બેઠકોના સ્ટ્રોંગરૂમ નજીકના વિસ્તારમાં દેખરેખનું કામ ચાલી રહ્યું છે. વિપક્ષે માગ કરી છે કે, તમામ સીસીટીવી કેમેરા કાર્યરત્ રહે તે જરૂરી છે અને તેના ફૂટેજ અમને મળવા જોઈએ. ભૂતકાળમાં સ્ટ્રોંગરૂમની દેખરેખ માટેના સીસીટીવી કેમેરા બંધ હાલતમાં હોય તેવી બાબતો સામે આવી હતી.