અમદાવાદઃ ગુજરાતમાં લોકસભાની બે અનામત બેઠક અમદાવાદ પશ્ચિમ અને કચ્છ ભાજપના ગઢસમાન મનાય છે. અલબત્ત 2014 પછીથી આ બંને સીટ પર મતદાનનું પ્રમાણ સતત ઘટી રહ્યું છે. વર્ષ 2019ની છેલ્લી લોકસભા ચૂંટણીની સરખામણીએ અમદાવાદ પશ્ચિમમાં 60.37 ટકા મતદાન થયું હતું, જો કે 2024માં 55.45 ટકા થયું છે, આમ 4.92 ટકા જેટલો ઘટાડો થયો છે. કચ્છ લોકસભામાં વર્ષ 2019માં 58.22 ટકા, જ્યારે 2024માં 56.14 ટકા મતદાન થયું છે. આમ છેલ્લી ચૂંટણી કરતાં મતદાનમાં 2.08 ટકાનું ગાબડું નોંધાયું છે. ઓછા મતદાનથી દેખીતી રીતે ભાજપની લીડમાં ઘટાડો થવો નક્કી છે. કચ્છમાં ક્ષત્રિય સમાજની મોટી વસ્તી છે. રૂપાલા વિવાદ બાદ અહીં ભાજપ સામે વિરોધ નોંધાવાયો હતો..