અદાણી પોર્ટ મુંદ્રામાં ‘વીન’ સેવાની શરૂઆત

Wednesday 22nd May 2024 07:45 EDT
 
 

મુંદ્રાઃ ભારતની સૌથી મોટી પોર્ટ અને લોજિસ્ટિક કંપની અદાણી પોર્ટ્સ એન્ડ સ્પેશિયલ ઇકોનોમિક ઝોન લિમિટેડના વ્યસ્ત અને વિશાળ મુંદ્રા પોર્ટ ખાતે બુધવારે 15 મેએ ઓશન નેટવર્ક એક્સપ્રેસ વન લાઇનની ડબલ્યુ.આઇ.એન.વી.ની (‘વીન’) સેવાનું ઉદ્ઘાટન થયું હતું. જેના ભાગરૂપે આ સર્વિસનું પ્રથમ જહાજ `એમવી વન મોર્ડન' હેન્ડલ કરવામાં આવ્યું હતું. અદાણી પોર્ટ મુંદ્રા ખાતે `વીન' સેવાની શરૂઆત એ એક સીમાચિહ્નરૂપ ઘટના છે, જે વૈશ્વિક વેપારમાં ભારતની સ્થિતિને વધારવા, આર્થિક પ્રગતિને આગળ વધારવા અને વિશ્વના અન્ય દેશો સાથેના વ્યાપારી સંબંધોને મજબૂત બનાવવા મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવશે.
આ નવી સર્વિસનો હેતુ અદાણી પોર્ટ મુંદ્રા અને હજીરાનું ઉત્તર-પશ્ચિમ ભારત અને ઉત્તર અમેરિકા વચ્ચે જોડાણ વધારવાનું છે, જે વધુ ફાસ્ટ અને કાર્યક્ષમ રીતે અઠવાડિક સર્વિસ થકી વેપારી કામગીરી વધારશે. આ સર્વિસ મુંદ્રાને ન્યૂયોર્ક, નોર્ફોક, સવાન્નાહ અને ચાર્લ્સ્ટન સાથે જોડે છે. પ્રથમ સફરમાં 3855 ટીઇયુ એક્સચેન્જ થવા પામ્યા હતા.
`વન લાઇન' પ્રખ્યાત વૈશ્વિક શિપિંગ કંપની છે, જે વિશ્વનો 7મો સૌથી મોટો જહાજી બેડાનો કાફલો ધરાવે છે. તે એશિયા, લેટિન અમેરિકા અને આફ્રિકાના દેશોમાં વ્યાપક વેપારી સર્વિસ પ્રદાન કરે છે. અદાણી મુંદ્રા પોર્ટ પર વિન સેવાની રજૂઆત માત્ર નવા વાણિજ્યિક રૂટની સ્થાપનાને જ નહીં, પરંતુ બાકીના વિશ્વ સાથે ભારતના વેપાર સંબંધોને વધારવામાં મોટું પગલું દર્શાવે છે. આ નવી સેવાથી ભારત માટે વેપારની તકો અને આર્થિક વૃદ્ધિના દરવાજા ખૂલવાની અપેક્ષા છે.


comments powered by Disqus