હિંમતનગરઃ દેશનાં 4 રાજ્યમાં પથરાયેલી અરવલ્લીની ગિરિમાળામાં ધરબાયેલી ખનિજ સંપદાની લૂંટ કરી અરવલ્લીની ગિરીમાળાને નામશેષ કરવાની ચાલી રહેલી ગેરકાયદે ખનન પ્રવૃત્તિને સુપ્રીમ કોર્ટે ગંભીરતાથી લીધી છે. રાજસ્થાનથી સુપ્રીમ કોર્ટમાં દાખલ થયેલી પિટિશન અંતર્ગત 9 મેએ સુપ્રીમ કોર્ટે નવો હુકમ ન થાય ત્યાં સુધી નવી ખનન પ્રવૃત્તિ માટે ટાંક્યું છે કે અરવલ્લીની ગિરિમાળાનું સંરક્ષણ જરૂરી છે. જો કે કોર્ટે ચાલુ લીઝના રિન્યુઅલ અને કામગીરી પર રોક લગાવવાની માગ ફગાવી કમિટીનો અહેવાલ મળ્યા બાદ આગામી ઓગસ્ટ મહિનામાં વધુ સુનાવણી કરવાનું જાહેર કર્યું હતું.