અમદાવાદઃ કડવા પાટીદારોનાં કુળદેવી ઉમિયા માતાજીના મુખ્ય મંદિર ઊંઝા ખાતે 23 મેએ ઉત્તર ગુજરાતની સૌથી મોટી શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. મંદિરના ટ્રસ્ટી દિલીપ નેતાજીના જણાવ્યા અનુસાર ઊંઝા ઉમિયા માતાજી સંસ્થાન અંતર્ગત આ વર્ષે 10 કિલોમીટર લાંબી અને 5 કિ.મી. વિસ્તારની 5 લાખ કડવા પાટીદારો ભક્તોની ઉપસ્થિતમાં શોભાયાત્રા યોજાશે. આ શોભાયાત્રામાં શહેરમાંથી આશરે 20 હજારથી વધારે કડવા પાટીદાર ભક્તો જોડાશે.
100 વર્ષથી માતાજીની શોભાયાત્રાનું આયોજન કરાય છે. 10 કિલોમીટરની શોભાયાત્રામાં વિવિધ સમાજ દ્વારા સ્વાગત કરાશે. ઉમિયા માતાજીની શોભાયાત્રામાં અમદાવાદના સોલા મંદિર તરફથી દાન એકત્રિત કરવા ટેલ્બો પણ મૂકવામાં આવ્યો છે. આ કાર્યક્રમ અંતર્ગત મંદિરના 2 લાખથી વધુ કડવા પાટીદાર સમાજના લોકો દર્શનનો લાભ લેશે, આ સાથે પૂનમના દિવસે માતાજીની મૂર્તિને સુવર્ણ શણગાર કરાશે.