કચ્છી મેવો ખારેક : વહેલા પાકની શક્યતા

Wednesday 22nd May 2024 07:45 EDT
 
 

કચ્છના મેવા તરીકે ઓળખાતી ખારેક જગવિખ્યાત હોવા સાથે તેનો સ્વાદ દેશ-વિદેશ સુધી પહોંચે છે. આરોગ્ય માટે ફાયદાકારક ખારેક કચ્છમાં ઝરપરા, મુંદ્રા, મઉં, ગઢશિશા, માંડવી, નાની ખાખર, ધ્રબ, કુકમાના કિસાનો માટે કમાઉ દીકરાસમાન છે. કચ્છી મેવો મુંબઇ-મહારાષ્ટ્ર, દિલ્હી, નાગપુર, રાજસ્થાન, ઉત્તરપ્રદેશ, બિહાર, જમ્મુ-કાશ્મીર સુધી પણ પહોંચે છે. તેમ વિદેશમાં લંડન, ઓસ્ટ્રેલિયા, સિસલ, અમેરિકા, જર્મની, જાપાન નિકાસ થાય છે. આ સાલે ભારે ગરમી પડતાં ફાલ વહેલો આવ્યો છે. ખારેકનું ઝાડ કાચી ખારેકથી લચી પડેલું નજરે પડી રહ્યું છે.


comments powered by Disqus