અમદાવાદઃ ચારધામની યાત્રામાં ગુજરાતના યાત્રીઓને અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. ગુજરાતી યાત્રીઓ ઋષિકેશ યમનોત્રીથી ઉત્તરકાશી તરફ જવાના રસ્તા પર ભારે ટ્રાફિક જામમાં ફસાયા હતા, બેથી અઢી કિ.મી. લાંબો ટ્રાફિક સર્જાતાં યાત્રીઓને કલાકો સુધી બસમાં જ સમય વીતાવવો પડ્યો હતો.