વડોદરાઃ દિલ્હીથી એર ઇન્ડિયાની AI-819 ફ્લાઇટ બુધવારે સાંજે સાડા સાત વાગ્યે વડોદરા આવવા ઉડાન ભરવાની હતી, પરંતુ ફ્લાઇટમાં બોમ્બની ધમકી મળતાં તેને દિલ્હીમાં જ રોકી દેવાતાં 150 મુસાફરો અટવાયા હતા. બોમ્બની ધમકી હોવાથી મુસાફરોમાં ભય ફેલાયો હતો. જેમને બીજા દિવસે ગુરુવારે ફ્લાઇટ રિ-શિડ્યુલ કરી વડોદરા પહોંચાડવામાં આવ્યા હતા
મુસાફરોએ જણાવ્યું હતું કે, પહેલાં અમને ફ્લાઇટ ખરાબ હોવાનું કહેવામાં આવ્યું હતું. એટલે અમે આખી રાત દિલ્હી એરપોર્ટ પર બેઠા રહ્યા. ફ્લાઇટમાં અમે બે વાર સવાર થયા હતા. પછી અમને અન્ય ફ્લાઇટમાં રવાના કરવાના હોવાનું જણાવાયું હતું. અમને બહાર લઈ ગયા તો જોયું કે, 30થી 40 CRPF જવાન ફ્લાઈટમાં ચેકિંગ કરી રહ્યા હતા. પછી 20-20ના ગ્રૂપમાં અમારા બધાનું ફરી ચેકિંગ કરવામાં આવ્યું. ત્યાં ડોગ સ્ક્વોડ પણ હતી જે બેગ ચેક કરતી હતી.