પેટનો ખાડો પૂરવા ભલભલા જીવને રગદોળી નાખનારી ખૂંખાર સિંહણો પોતાનાં બચ્ચાં પ્રત્યે એટલી જ કોમળ હોય છે. ધારીના છતડિયા નજીક રાત્રે એકસાથે 14 સાવજનું ટોળું લટાર મારવા નીકળ્યું હતું. કુદરતે આપેલી સહજ બુદ્ધિનો ઉપયોગ કરી બે સિંહણ સૌથી આગળ રહી હતી, ત્યારબાદ બે સિંહણ નવ બચ્ચાં સાથે ચાલી હતી અને એક સિંહણ સૌથી છેલ્લે રહી હતી અને આ રીતે વાહનોની હાજરી વચ્ચે પણ બચ્ચાંને રક્ષણ આપી રસ્તો પાર કરાવ્યો હતો.