નાફેડમાં ભાજપના રાજકોટ સાંસદ કુંડારિયા બિનહરીફ

Wednesday 22nd May 2024 07:08 EDT
 
 

રાજકોટઃ ઇફ્કોની ચૂંટણીમાં ભાજપના જ ઉમેદવારો સામસામે આવી જતાં શિસ્તના લીરેલીરા ઊડ્યા બાદ નાફેડના ડાયરેક્ટરની ચૂંટણીમાં પ્રદેશ ભાજપે સહકાર ક્ષેત્ર સાથે સમાધાનકારી વલણ અપનાવી કોઈને મેન્ડેટ ન આપ્યું અને આંતરિક સમજૂતીથી 4 ઉમેદવારને હટાવાતાં રાજકોટ સાંસદ મોહન કુંડારિયા બિનહરીફ જાહેર થયા છે.
નાફેડની ચૂંટણીમાં જયેશ રાદડિયા સમર્પિત મગન વડાવિયાની ટર્મ પૂરી થતાં નામાંકનના અંતિમ દિવસ સુધી ભારે સસ્પેન્સ રહ્યું હતું. આ પદ માટે મગન વડાવિયા ઉપરાંત રાજકોટના સાંસદ સહિત 4 ઉમેદવારોએ ફોર્મ ભરતાં અહીં પણ ઇફ્કોની જેમ ચૂંટણી થશે કે કેમ તે સવાલ ચર્ચાતો હતો.
આ પરિસ્થિતિમાં નાફેડની ચૂંટણીમાં પક્ષે કોઈને મેન્ડેટ આપવાના બદલે સહકારી અગ્રણીઓ સાથે મસલત બાદ 4 ઉમેદવારને ખસી જવા સૂચના આપતાં કુંડારિયા બિનહરીફ જાહેર થયા છે.


comments powered by Disqus