રાફાઃ ગાઝાના રાફા વિસ્તારમાં ભારતીય સેનાના પૂર્વ કર્નલ વૈભવ અનિલ કાલે ઇઝરાયલી હુમલામાં શહીદ થયા છે. 13 મેએ સંયુક્ત રાષ્ટ્રનો ધ્વજ લગાવેલા વાહનમાં તેઓ હોસ્પિટલ જઈ રહ્યા હતા, ત્યારે ઇઝરાયલી હુમલામાં તેઓ શહીદ થયા હતા. ભારતીય સેનામાંથી 2022માં સ્વૈચ્છિક નિવૃત્ત થઈને તેઓ બે મહિના પહેલાં જ યુએન સેફ્ટી અને સિક્યુરિટી ડિપાર્ટમેન્ટમાં સુરક્ષા સમન્વય અધિકારી તરીકે સામેલ થયા હતા. યુએનએ સેવાનિવૃત્ત કર્નલ વૈભવ અનિલ કાલેની દક્ષિણ ગાઝાના રાફામાં ઇઝરાયલી હુમલામાં મોતની તપાસનો આદેશ આપ્યો છે.