અમદાવાદઃ હૃદયરોગ માટે કામ કરતી અમેરિકાની મેડિકલ સંસ્થા SCAI દ્વારા વર્ષ 2025 માટે માસ્ટર ઇન્ટર વેન્શનાલિસ્ટની યાદી જાહેર કરાઈ છે. જે 10 લોકોની યાદીમાં એકમાત્ર ભારતીય ગુજરાતના ડો. તેજસ પટેલની માસ્ટર ફેલો માટે પસંદગી કરાઈ છે. ઉલ્લેખનીય છે કે, કાર્ડિયોલોજીમાં ક્લિનિકલ કેર, ઇનોવેશન, શિક્ષણનાં ઉચ્ચ સ્તરે શ્રેષ્ઠ કામગીરી માટે MSCAI હોદ્દો અપાય છે.